પૂજ્ય નાંણદેવી માંનો ઈતિહાસ

પૂજ્ય નાંણદેવી માતાજીનો ઈતિહાસ

"શ્રી કષ્ટહરણ પ્રસન્ન શક્તિ શ્રી નાંણદેવી માં શ્રી નાંણશારદા માતાને નમો નમઃ"

પૂજ્ય નાંણદેવી માં અનેક કુટુંબોની કુળદેવી છે. તેઓ અરિહંત ભગવાનના સિદ્ધાંતો પર ચાલી, કોઈપણ નાત-જાત કે ઊંચ-નીચના ભેદભાવ વિના, અનેક સાધુ-સાધ્વી ભગવંતોના કાર્ય સિદ્ધ કરે છે અને ભક્તોને તણખલું આપી તારનાર એક અલૌકિક શક્તિરૂપે સ્થાપિત છે.
મહાવીર પ્રભુના નિર્વાણ પછી, પૂજ્ય નાંણદેવી માંનો લગભગ 2500 વર્ષનો ઈતિહાસ જોડાયેલો છે. આ લાંબા સમયગાળા દરમિયાન માતાજી અનેક ધામોમાં વિરાજમાન રહ્યા છે અને અનેક નામોથી ભક્તોને ધન્ય કર્યાં છે. ભક્તોની ભીડ માતાજીના દર્શને માટે સતત ઉમટતી રહી છે. શક્તિ ભક્તિના એવા અનન્ય મિલનથી સર્જાયેલી આ એક સત્ય ઘટના છે.
આજથી આશરે 2500 વર્ષ પહેલાંની વાત છે. રાજસ્થાનના પ્રસિદ્ધ શહેર જેસલમેરની સીમાના છેવાડે, એક ધન્ય ક્ષણે, પાતાળ લોકની એક બાલિકા દિવ્ય શક્તિ સ્વરૂપે પૃથ્વી પર પ્રગટ થઇ. અપૂર્વ તેજસ્વી, સાક્ષાત રાજદેવી જેવી આ બાલકુમારિકા અકલ્પ્ય દિવ્યતાથી ભરપૂર હતી.
આ શક્તિ કોણ હતી? કોઈને ખબર નહોતી. જેને પણ તેમનાં દર્શન થયાં, તે દરેકનું મસ્તક સહજ રીતે નમી ગયું. આ અદભુત ઘટનાની ખબર રાજદરબાર સુધી પહોંચી ગઈ...

આ દિવ્ય શક્તિના દર્શનાર્થે રાજ દરબારમાંથી મહારાજા પણ પધાર્યા. તેઓએ દેવીના દર્શન કર્યા અને મનમાં માની લીધું કે આ શક્તિ સાક્ષાત દેવી જ હોવી જોઈએ. પોતાના મનનું સમાધાન કરવા માટે અમુક પ્રશ્નો પૂછ્યા અને મળેલા જવાબોથી ખૂબ જ સંતુષ્ટ થયા.
કુમારિકા દેવીના જણાવ્યા અનુસાર મહારાજાએ મંત્રનો જાપ કર્યો: "હે શ્રી કુમારિકા દેવી, મારી સાથે રહેજો." ત્યારબાદ લડાઈમાં વિજય મેળવી, પુ. માંના દર્શન કર્યા અને ભક્તિભાવપૂર્વક વાજતે-ગાજતે દેવીને પોતાના નિવાસ સ્થાને લઈ ગયા. ત્યારબાદ મા⁇નું નામ જાહેર કર્યું – શ્રી કુમારિકા દેવી.
દેવીના ચમત્કારિક દર્શન અને પૂજન માટે લોકો દૂર-દૂરથી ઉમટી પડ્યા. ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થવા લાગી. આથી પ્રેરિત થઈ મહારાજાએ પૂજ્ય કુમારિકા દેવીને ‘રાજદેવી’ તરીકે સન્માનિત કર્યા.
સમય જતાં રાજદેવીને કચ્છ-ભદ્રેશ્વરના રાજાઓ તરફથી આમંત્રણ મળ્યું અને ધામધૂમપૂર્વક ભદ્રેશ્વર નગરીમાં ભક્તોની સહાય માટે પધાર્યા. ત્યાં ભક્તજનો અને રાજાઓની આશાઓ ફળીભૂત થતાં દેવી "આશાપુરા" તરીકે ઓળખાતા અને પૂજાતા થયા.

Hotel Luxury Suite

ભીનમાલ પ્રદેશમાં રહેતા જાડેજા સમાજના...

ભીનમાલ પ્રદેશમાં જાડેજા કોમના કુટુંબના વડા મોભીએ શ્રદ્ધા અને ભક્તિભાવથી પૂજ્ય નાંણદેવી માંને પોતાના ઘરે પધારવા ભાવભર્યું આમંત્રણ આપ્યું. આશાપુરા માં પ્રેમ અને ભક્તિના ભૂખ્યા હતાં. ભક્તોનું કલ્યાણ કરવું એ જ એમનો ધ્યેય હતો. ભક્તના હૈયાનો ભાવ પામી એમણે આમંત્રણ સ્વીકાર્યું અને ભીનમાલ પ્રયાણ કર્યું. ત્યાં તેઓ “નારાયણી માં” તરીકે ઓળખાવા લાગ્યા.
ઘરનું વાતાવરણ આધ્યાત્મિકતાથી ભરાય ગયું. નાનાભાઈનું હૈયું ભક્તિ વગર શૂન્ય અને શ્રદ્ધાવિહીન હોવાથી સમય જતા ઘરમાં ભેદભાવ ઉભો થયો. તેથી શાંતિપૂર્ણ સ્થળે પૂજ્ય માંને લઈ જવાનો નિર્ણય થયો. રાત્રે ૧૨:૦૦ વાગે બળદગાડું તૈયાર કરીને દેવીની ઈચ્છા અનુસાર ગાડામાં પધરાવ્યા અને રડતા હૃદયે ઘરેથી વિદાય લેવામાં આવી.
અવિરત પ્રવાસ બાદ હાલમાં જે સ્થાન "થિરપુર" (થરાદ) તરીકે ઓળખાય છે, તેના પાદરમાં બળદની નાંણ તૂટી ગઈ અને ત્યાં માતાજીના બેસણા થયા. ગાડામાંથી નારાયણી માં અદ્રશ્ય થઈ ગયાં. ત્યારબાદ આકાશવાણી થઈ — “તું ઘી અને સિંદૂરનો ઢગલો કર, અને તેમાં તને મારા સ્વરૂપના દર્શન થશે. હવે હું આ સ્વરૂપથી ઓળખાઈશ અને ભક્તો મારી આ સ્વરૂપમાં પૂજા કરશે. તથાસ્તુ!”
કુટુંબના મોભીને આઘાત લાગ્યો અને તેઓ કલ્પાત થયા. તે સમયે બીજી આકાશવાણી થઈ — “બેટા, તું ગભરાશ નહિ. હું તારી સાથે જ છું અને તને હંમેશાં સહાય કરીષ.”
દેવીના સૂચન અનુસાર મોભીએ ઘી-સિંદૂરનો ઢગલો કર્યો. બળદની નાંણ તૂટવાના સંજોગમાં દેવીનું નામ “નાંણદેવી” પાડવામાં આવ્યું. ત્યારથી માતાજીની મહિમા વધી. રાજાએ ભવ્ય પણ નાનું મંદિર બંધાવ્યું. થરાદ (થિરપુર) ગામની સ્થાપના થઈ. રાજાએ સોનાની મૂર્તિ બનાવાવી, નાની દેરીમાં સ્થાપિત કરી અને દેવીને “ગામદેવી” તરીકે બિરદાવ્યા.
સમયના પ્રવાહમાં લોકોની નીતિ બદલાતી ગઈ. સોનાની મૂર્તિની ચોરી ન થાય એ આશયથી મૂર્તિ પાસેની વાવમાં અદ્રશ્ય થઈ ગઈ.
એકવાર પૂજ્ય જ્ઞાની જૈનાચાર્ય થરાદ પધાર્યા. લોકવાયકા અને ભક્તિભર્યા પ્રસંગો સાંભળીને તેઓ મંદિરે ગયા. ધ્યાનમાં એમને અનુભવ થયો કે માતાની શક્તિ અત્યંત મહાન છે. તેમણે ઉપદેશ આપ્યો કે — “કુળદેવી તરીકે તેમણે અનેક કુટુંબોના ઉદ્ધાર કર્યા છે, હવે જૈન શાસનમાં કાર્ય કરો. લોકો ખૂબ દુઃખી છે.”
ગુરુભગવંતના શબ્દો પૂજ્ય નાંણદેવી માંના હૃદયમાં ઊતરી ગયા. પછી એમણે ઊંડા વિચાર પછી નક્કી કર્યું કે — “આ જગતમાં સર્વ જીવના દુઃખનું મૂળ કારણ ભવ ચક્ર છે. જો આ ભ્રમણનો અંત લાવવો હોય તો સાચો ઉદ્ધાર શક્ય બને. તેથી હું આત્માના દુઃખનાશ માટે કાર્ય કરિશ.” આ ભગીરથ કાર્ય માટે એ યોગ્ય સાધન શોધવા લાગી, જેના દ્વારા આત્મા સુખી થઈ શકે.

Hotel Luxury Suite

1000 વર્ષના અથાક પ્રયત્નો પછી બે મહાન આત્માઓનો મેળાપ થયો. માતાજીનો સાથ તેમને આઠ ભવ સુધી મળ્યો. દરેક ભવમાં પતિ-પત્ની તરીકે મળતા રહ્યા.

Heritage Hotel Exterior પ્રથમ ભવમાં ભરવાડ સ્વરૂપે 25 વર્ષની વયે પરોપકારના કાર્યો શરૂ કર્યા.
Heritage Hotel Exterior બીજા ભવમાં કણબી સ્વરૂપે 13 વર્ષની વયે પરોપકારનું કાર્ય આરંભ્યું.
Heritage Hotel Exterior ત્રીજા ભવમાં જૈન કુળમાં જન્મ લઈને 28 વર્ષે સેવાકાર્ય શરૂ કર્યું.
Heritage Hotel Exterior ચોથા ભવમાં મેવાણી કોમમાં જન્મી 25 વર્ષની વયે પરોપકારના કાર્યો કર્યા.
Heritage Hotel Exterior પાંચમા ભવમાં જૈન કુળમાં જન્મ લઈ 31 વર્ષની વયે પરોપકાર શરૂ કર્યા.
Heritage Hotel Exterior છઠ્ઠા ભવમાં વૈષ્ણવ પરિવારમાં જન્મ લઈ 17 વર્ષની વયે સેવાકાર્ય કર્યું.
Heritage Hotel Exterior સાતમા ભવમાં રબારી કુળમાં જન્મ લઈને 12 વર્ષની વયે પરોપકારના કાર્યો શરૂ કર્યા.
Heritage Hotel Exterior આઠમા ભવમાં જૈન કુળમાં જન્મ થયેલો; 43 વર્ષની વયે મહાન સેવાકાર્ય શરૂ કર્યું.

શક્તિ સાચી હતી, હથિયાર મજબૂત. તેથી નાંણદેવી માંની શક્તિનો સૂર્ય ઉગ્યો અને તેજના કિરણો પ્રગટ થયા.
મહાન શક્તિને પૂજ્ય શારદા માંનો સંપૂર્ણ સાથ અને સહકાર પ્રાપ્ત થયો.
ઉપકારી શ્રી છોટુભાઈની અડગ અને અતૂટ શ્રદ્ધા, વચન પાળવાની વિરલ શક્તિ, પૂજ્ય માંને ઓળખવાની અજોડ દીર્ઘદૃષ્ટિ, અજોડ પરોપકાર ભાવના અને સમર્પણભાવના — આ બધાંથી માતાજીનો સૂર્ય સોળે કલાએ ખીલ્યો.