એક દૈવી શક્તિનો આદરભર્યો પરિચય
વિશ્વમાં દેશો અનેક છે, પણ ઘણી રીતે અનોખો ભારત દેશ તો એક જ છે, એક જ હતો અને એક જ રહેશે. ભારતને આવી ભવ્યતા અપાવનાર તત્વો છે તેની ધર્મનિષ્ઠા, ધર્મ પ્રતિષ્ઠા અને અહિંસા જેવી અમૂલ્ય સંસ્કૃતિઓ. ભારતના ખૂણે ખૂણે શક્તિના ધામ સમાન અનેક દેવીઓના પાવન બેસણા સ્થિત છે. શક્તિભક્તિની ઊંડાણભરી ભાવના સાથે સર્જાયેલી આ એક સત્યઘટના છે. પૂજ્ય નાંણદેવી મા અનેક કુટુંબોની કુળદેવી તરીકે પૂજાય છે. તેઓ જૈન શાસનના સિદ્ધાંતોને અનુસરીને જીવન જીવનાર દેવી છે, જેમણે અનેક સાધુ-સાધ્વી ભગવાનના કાર્યો સિદ્ધ કર્યા છે. અરિહંત ભગવાનનો પંથ દર્શાવતી અને ભક્તોને પ્રભુના માર્ગે લઈ જતી આ એક અલૌકિક શક્તિ છે. જેમનું હૃદય ફૂલો કરતાં પણ કોમળ, કરુણા થી ભરેલું અને સાદગીભર્યું જીવન છે.
અસાધ્ય વેદનાથી પીડાતા અનંત જીવો પર દયા કરીને, અખિલ બ્રહ્માંડમાં રહેલા અશાંત વ્યંતર આત્માઓને શાંતિ પમાડવા માટે પૂજ્ય માતાએ પોતાની શક્તિનો ઉપયોગ જૈન શાસનના પરોપકારના સિદ્ધાંતોને આધારે કર્યો છે. દરેક જીવનું દુઃખ તેના કરેલા કર્મોના પરિણામ સ્વરૂપે આવે છે, જેના લીધે તેને ભવચક્રમાં ભટકવું પડે છે. આ ભવભ્રમણમાંથી જીવોને મુક્ત કરાવવાનું ભગીરથ કાર્ય કરવા માટે પૂજ્ય ભક્તશિરોમણી છોટુભાઈ અને કરુણાસાગર શ્રી શારદામાં વચ્ચે ભેટ થઈ. આઠ-આઠ ભવની અખંડ ભક્તિ સાથે એમણે પૂજ્ય મા સાથે રહીને અજોડ પરોપકારના કાર્યો કર્યા છે – જેનો ઇતિહાસ વર્ણનથી પર છે.
નાનપણથી પિતાશ્રી બાલચંદભાઈ ગાંધી તથા ધર્મપ્રેમી માતા શ્રીમતી સમતાબેન ગાંધીના પ્રેમથી વંચિત રહેનાર છોટુભાઈએ પોતાની જીવનસાથી શારદાબેન સાથે, પોતાનું અને પોતાના સમગ્ર પરિવારનું સુકાન પૂજ્ય માઁના ભરોસે સોંપી દીધું. જીવનના 25 વર્ષ સંકટમય પરિસ્થિતિમાં વિતાવ્યા છતાં, માતાના ચરણોમાં સ્વર્ગ અને સર્વસ્વ માનનાર પૂજ્ય છોટુભાઈની ભક્તિ આપણને આ શીખ આપે છે કે —
"જે 'માઁ'ને પ્રસન્ન કરે છે, તે સમસ્ત બ્રહ્માંડની શક્તિઓને પ્રસન્ન કરે છે."
નાંણશારદા માં – ભક્તિ અને પરોપકારની ગાથા
શ્રી શારદા મા, કષ્ટ હણનાર પ્રસન્ન શક્તિ સ્વરૂપે, શ્રી નાંણશારદા મા તરીકે આજ સુધી પૂજાયા છે અને સદાકાળ પૂજાતા રહેશે.
શ્રી નાંણદેવી માં
નાંણદેવી ઘણા પરિવારોની કુળદેવી છે. તેઓ જૈન શાસન સાથે સંકળાયેલી એક પાવન દેવી છે. સાધુઓ અને સાધ્વીઓના કાર્યોને સિદ્ધ કરવામાં તથા ભગવાન સાથે સંબંધિત દૈવી શક્તિરૂપે તેઓનું મહત્વ છે. શ્રી નાંણદેવી માં સાથે આશરે 2500 વર્ષનો ઇતિહાસ જોડાયેલો છે. આ દૌરાન મા વિશે અનેક દિવ્ય પ્રસંગો અને ભક્તિપૂર્વક ઘટનાઓ સંકળાયેલી છે...
શ્રી નાંણશારદા માં
પૂજ્ય શારદાબેન (નાંણશારદા) નો જન્મ 21-06-1930, જેઠ વદ 10ના રોજ, ગુજરાતના સુરેન્દ્રનગર તાલુકાના નવાણિયા ગામમાં એક સુખી પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ મોહનલાલ અને માતાનું નામ રંભાબેન હતું. શારદાબેન બે ભાઈઓ અને ત્રણ બહેનોમાં સૌથી નાની હતી....
શ્રી નાંણશારદા માં
શારદાબેનનો જન્મ 21મી જૂન 1930 (જેઠ વદ દશમ) ના રોજ ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના નવાણિયા ગામમાં થયો હતો. તેઓ શ્રીમંત અને સુખી પરિવારના સંતાન હતા. તેમના પિતાનું નામ શ્રી મોહનલાલ શેઠ અને માતાનું નામ શ્રીમતી રંભાબેન શેઠ હતું. શ્રી મોહનલાલ શેઠ ઘી અને કપાસના વેપારી હતા, જ્યારે રંભાબેન એક ખૂબ જ ધર્મનિષ્ઠ અને સંસ્કારવાન ગૃહિણી હતાં. શારદાબેનને બે ભાઈઓ અને ત્રણ બહેનો હતા, જેમાંથી તેઓ સૌથી નાની બહેન હતા.
16મી જૂન 1974, રવિવાર – જેઠ વદ અગિયારસ (એકાદશી)ના રોજ, શ્રી શારદાબેનમાં શ્રી નાંણદેવી maa તરીકે પધાર્યા. આ દિવસથી તેઓ કુળદેવી નાંણદેવી માંના સ્વરૂપમાં ઓળખાતા બન્યા. શ્રી છોટુભાઈએ તેમને પોતાની કુળદેવી તરીકે ઓળખી લીધો અને તેમ માન્યું કે "મારી કષ્ટ હરનાર પ્રસન્ન શક્તિ, શ્રી નાંણદેવી માં જ છે." પૂજ્ય માંએ પ્રસન્ન થઈ આશીર્વાદ આપ્યો: "જા બેટા, તારો બેડો પાર છે." ત્યારબાદ પૂજ્ય માંએ પાંચ દિવસ રમવાની ઈચ્છા વ્યક્ત કરી. ત્યારથી 16મી જૂનથી 21મી જૂન 1974 સુધી, સતત પાંચ દિવસ – 24 કલાક પ્રતિદિન – પૂજ્ય માં રમી.
શ્રી છોટુભાઈની આઠ ભવની અખંડ ભક્તિથી પ્રસન્ન થઈને, પૂજ્ય માંએ તેમને વરદાન માટે બે માર્ગ રજૂ કર્યા — પ્રથમ: રાતોરાત કરોડપતિ બનવાનો માર્ગ દ્વિતીય: જગત કલ્યાણ કરવાનો માર્ગ, જે પૂજ્ય માંની ઈચ્છા હતી. શ્રી છોટુભાઈએ વિનમ્રતાથી કહ્યું: "હે માં, જગતમાં એટલા બધાં દુઃખી જીવ છે… તમે જગત કલ્યાણનું કાર્ય કરો — પણ જૈન સિદ્ધાંતોને અનુસરીને, સમભાવી શક્તિ સ્વરૂપે." ત્યારે કુળદેવી શ્રી નાંણદેવી માતાજીએ પ્રસન્ન થઈને કહેલું: "તથાસ્તુ!"
ફોટો ગેલેરી
શ્રદ્ધા અને ભક્તિથી છલકાયેલી નાંણશારદા મા ની પાવન પળો
